કોંગ્રેસના દિગ્ગજ સાંસદે કહ્યું- "હાં...હું પાકિસ્તાની છું, જે કરવું હોય તે કરી લો"

કોંગ્રેસ (Congress) ના સાંસદ અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chaudhary)  એ એક વધુ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ચૌધરીએ એક જનસભામાં કહ્યું કે "હાં હું પાકિસ્તાની (Pakistani)  છું તમારે જે કરવું હોય તે કરી લો."

 

કોંગ્રેસના દિગ્ગજ સાંસદે કહ્યું- "હાં...હું પાકિસ્તાની છું, જે કરવું હોય તે કરી લો"

કોલકાતા (સંવાદદાતા બિમલ બસુ): કોંગ્રેસ (Congress) ના સાંસદ અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chaudhary)  એ એક વધુ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ચૌધરીએ એક જનસભામાં કહ્યું કે "હાં હું પાકિસ્તાની (Pakistani)  છું તમારે જે કરવું હોય તે કરી લો."

ઉત્તર 24 પરગણાની બશીરહાટમાં કોંગ્રેસની એક જનસભામાં બોલતા ચૌધરીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકડના અર્જૂનના તીરને પરમાણુ શસ્ત્ર કહવા પર વ્યંગ કર્યો. તેમણે કહ્યું કે ભારતના જે રાજ્યે સૌથી વધુ નોબલ પુરસ્કાર વિજેતા આપ્યા છે તે રાજ્યના રાજ્યપાલ જો આવા નિવેદન આપશે તો ક્યાં જઈશું. 

અત્રે જણાવવાનું કે અધીર રંજન ચૌધરી છાશવારે વિવાદાસ્પદ નિવેદનો આપતા રહે છે. મંગળવારે 14 જાન્યુઆરીના રોજ તેમણે જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં આતંકીઓને મદદ કરવાના આરોપમાં પકડાયેલા ડીએસપી દેવિન્દર સિંહની ધરપકડને લઈને એક એવું નિવેદન આપ્યું હતું જેના પર હોબાળો મચી ગયો હતો. 

લોકસભામાં કોંગ્રેસના નેતાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે જો દેવિન્દર સિંહની જગ્યાએ આ ડીએસપીનું નામ દેવિન્દર ખાન હોત તો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના ટ્રોલર્સની પ્રતિક્રિયા સ્પષ્ટ અને મુખર હોત. કોંગ્રેસના નેતાએ કહ્યું કે દેશના દુશ્મનોને આપણે કોઈ પણ રંગ, પંથ અને ધર્મમાં વિભાજીત કરી શકીએ નહીં. 

આ VIDEO પણ જુઓ...

આ અગાઉ તેમણે 12 જાન્યુઆરીના રોજ નવા સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાણે પર તેમના પીઓકેને લઈને આપેલા નિવેદન પર નિશાન  સાધ્યું હતું. તેમણે સલાહ આપતા કહ્યું કે તેઓ બોલે ઓછું અને કામ પર વધુ ધ્યાન આપે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news